Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO/ Udhna railway station, Western Railway loses Rs 10 crore in revenue

VIDEO/ SURAT: ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ઘોડાપૂર, પશ્ચિમ રેલવેને 10 કરોડની અધધ આવક

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દક્ષિણ ગુજરાતના સુરતથી ઉત્તર ભારત તરફ જતા શ્રમિકો અને મુસાફરોના ભારે ધસારાને કારણે પશ્ચિમ રેલવેની તિજોરી છલકાઈ છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા એક મહિનાથી મુસાફરોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 30 દિવસમાં અંદાજે 4.17 લાખ મુસાફરોએ ઉધનાથી મુસાફરી કરી છે, જેનાથી રેલવે વિભાગને અંદાજે રૂ. 10.10 કરોડની માતબર આવક થઈ છે.

App Store

ખાસ કરીને 19મી એપ્રિલના રોજ રેકોર્ડબ્રેક 25 હજાર મુસાફરો એક જ દિવસમાં રવાના થયા હતા. આ ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા દોડાવવામાં આવેલી 33 સ્પેશિયલ ટ્રેનોનો લાભ 3 લાખથી વધુ લોકોએ લીધો છે. વેકેશન અને લગ્નગાળાની સીઝનને પગલે હજુ પણ સ્ટેશન પર મુસાફરોનો ધસારો યથાવત જોવા મળી રહ્યો છે.+