VIDEO: સુરતના પાંડેસરામાં SMCના ડમ્પરનો આતંક: સાયકલ સવાર મજૂરને કચડી નાખ્યો!
સોર્સ : gstv
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની કચરો લઈ જતી ડમ્પર ગાડીએ સાયકલ સવાર મજૂરને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કાળજાળ અકસ્માતમાં સાયકલ સવાર મજૂરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

