Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Show cause notice issued to municipal officer for misbehaving with woman

Surat: મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પાલિકા અધિકારીને શો કોઝ નોટિસ

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના વરાછા સહિત સમગ્ર શહેરમાં ગેરકાયદે દબાણ સામે આક્રમક કામગીરી થઈ રહી છે પરંતુ વરાછા ઝોનના દબાણ વિભાગના એક અધિકારીના તુમાખીભર્યા વર્તનના કારણે હવે પાલિકાની કામગીરી સામે પાથરણાવાળા સહિત અન્ય લોકોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે. લોકોનો રોષ જોઈને ઝોન દ્વારા અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. ઝોનના અધિકારીએ જણાવ્યું છે કે, આ નોટિસનો ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

App Store

સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે દબાણ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી આક્રમક રીતે કરવામાં આવી રહી છે. પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણ વિભાગના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટે શુક્રવારે મોડી સાંજે રજુઆત કરવા આવનારા મહિલા પાથરણાવાળા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ અંગે વૃદ્ધ મહિલાનો સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો હતો. 

આજે દબાણ કરનારાઓ અને પાથરણાવાળાઓ આ મુદ્દે સાથે વરાછા ઝોન ઓફિસમાં મોરચો લઈને પહોંચ્યા હતા. તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે તંત્રએ અમારી રોજગારી છીનવી લીધી છે અને મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અભદ્ર વર્તન કરનારને સસ્પેન્ડ કરવા માટે માંગણી કરી હતી. 

આ મુદ્દો વધુ આક્રમક બને તે પહેલાં કતારગામ ઝોનના ઝોનલ ઓફિસર કરણ ભાવરે કહ્યું હતું કે, સ્ત્રીનું સન્માન ખરેખર થવું જોઈએ અધિકારી આવું બોલ્યા હોય તો હું તેમની નિંદા કરું છું તેમને શો કોઝ નોટિસ આપી ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. જેમનો જવાબ આવ્યા બાદ આગળના પગલા ભરવા માટે નિર્ણય કરાશે. 

મહિલા સાથે અભદ્ર વર્તનના કિસ્સામાં મેયરે તપાસના આદેશ આપ્યા

વરાછા રોડ અને બરોડા પ્રિસ્ટેજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હોબાળો થયો છે. પાલિકા દબાણ દુર કરવાની કામગીરી કરી રહી છે દરમિયાન વૃદ્ધ મહિલા સાથે પાલિકાના અધિકારીએ કરેલા અભદ્ર વર્તન મુદ્દે હોબાળો થતા મેયરે તપાસના આદેશ આપ્યા છે. 

મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, આ મુદ્દે ઝોનના વડાને વાત કરી છે અને જે અધિકારીઓએ આવું વર્તન કર્યું છે તેવા અધિકારી સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે સુચના આપી છે અને તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે.