Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Officer's rude comment to female hawker angers hawkers

Suratમાં દબાણ હટાવો ઝુંબેશમાં વિવાદ, મહિલા ફેરિયા સાથે અધિકારીની અભદ્ર ટિપ્પણીથી ફેરિયાઓમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવેલી દબાણ હટાવવા ઝુંબેશે હવે મોટો વિવાદ જગાવ્યો છે. દબાણ હટાવવાની કામગીરી સામે પાથરણા, ફેરિયા અને લારીઓવાળાઓએ વરાછા ઝોન ઓફિસે જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ વચ્ચે એક મહિલા ફેરિયા સાથે અધિકારી દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીએ સમગ્ર મામલાને ગંભીર બનાવી દીધો છે.

App Store

વિરોધ દરમિયાન, પોતાનો જપ્ત થયેલો સામાન છોડાવવા માટે વરાછા ઝોન ઓફિસે પહોંચેલી એક મહિલા ફેરિયાની સાથે અધિકારી ભટ્ટ દ્વારા અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ અભદ્ર ટિપ્પણીથી ફેરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. GSTV દ્વારા આ મહિલા ફેરિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં મહિલાએ રડતા રડતા પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ મામલે ફેરિયાઓ દ્વારા સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યએ પણ આ મામલે હાથ ઊંચા કરી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફેરિયાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, એક તરફ સરકાર સ્વ-રોજગારની મોટી મોટી વાતો કરે છે, જ્યારે બીજી બાજુ SMC દ્વારા તેમની રોજગારી છીનવી લેવામાં આવી રહી છે. હાલમાં આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.