Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : shortage of urea fertilizer writes letter to Agriculture Minister

VIDEO: Suratમાં યુરિયા ખાતરની ભારે અછત, ખેડૂત આગેવાને કૃષીમંત્રીને લખ્યો પત્ર

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત જિલ્લામાં ખરીફ સીઝનની વાવણી પૂર્વે યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે માહિતી આપતાં જણાવ્યું કે જિલ્લાના અંદાજિત 75 હજાર હેક્ટરમાં ડાંગર, મકાઈ, કપાસ અને શાકભાજી જેવા પાકોનું વાવેતર થાય છે. આવતા પાક માટે આશરે 37 હજાર ટન યુરિયાની જરૂરિયાત છે, પણ હાલ સુધીમાં ખેડૂતોને માત્ર 21 હજાર ટન યુરિયાનો જથ્થો જ ઉપલબ્ધ થયો છે. જોકે યુરિયાનું ઉત્પાદન સુરત જિલ્લામાં જ થાય છે, છતાંય સ્થાનિક ખેડૂતોને ખાતર માટે વલખા મારવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને યુરિયાનો પૂરતો જથ્થો મુકાવવાની માંગ કરી છે. અધિકારીએ તાત્કાલિક ધોરણે પગલાં ભરે નહીં તો ખરીફ સીઝનમાં પાકને નુકસાન પહોંચવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:suratfarmerfertilizer