Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : SBI Bank robbery worth Rs 50 lakh solved; Crime Branch arrests two people from UP

VIDEO: Surat / SBI બેંકમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે UPથી બે શખ્સોને ઝડપ્યા

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટની ચકચારી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે યુપીથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ હાઈપ્રોફાઈલ તપાસમાં 5 PI અને 10 પોલીસકર્મીઓ જોડાયા હતા.1 હજારથી વધુ સીસીટીવી ફંફોળ્યાં બાદ આરોપીઓનું પગેરું મળ્યું અને શુભમ ઠાકુ સહિત વિકાસસિંહ રાજપુત ઝડપાયા હતા. આરોપીઓ બે મહિનાથી જહાંગીરપુરામાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ચૂંટણી બંદોબસ્તમાં પોલીસની વ્યસ્તતા વચ્ચે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં ગેંગ દ્વારા ખોટા આધારકાર્ડ બનાવાયા હતા અને તેલંગણાથી હથિયારની વ્યવસ્થા કરવામાં આવી હતી.હજુ પણ અન્ય આરોપીને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી છે. સૌથી મોટી વાત એ છે કે, લૂંટમાં વપરાયેલું વાહન પણ ચોરી કરવામાં આવ્યું હતુ. 

App Store