VIDEO: કામરેજમાં લિફ્ટ નીચે દબાઈ જતાં સફાઈ કામદાર મહિલાનું મોત
સોર્સ : gstv
સુરતના કામરેજના હલધરુ ગામે એન્થમ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં લિફ્ટ નીચે દબાઈ સફાઈ કામદાર મહિલાનું મોત થયું છે. હલધરુ ગામની અક્ષરમ ટેક્સ્ટાઈલ ફેક્ટરીના બેઝમેન્ટમાં મહિલા સફાઈ કામ કરી રહી હતી, તે દરમિયાન અચાનક ઉપરથી લિફ્ટ નીચે આવી હતી. લિફ્ટ નીચે દબાઈ જતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. મૃતક મહિલાનું નામ ચુન્નીબેન ગૌરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યારે કામરેજ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

