VIDEO: કામરેજમાં ખેતીને મોટું નુકસાન, ખેડૂતોની વધી મુશ્કેલી
સોર્સ : gstv
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. કરજણ ગામમાં તૈયાર થવાની અણી પર આવેલો કેળાનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. કેળા ઉપરાંત શાકભાજી અને શેરડીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાંચથી છ મહિનાની ખેડૂતોની મહેનત વરસાદમાં ધોવાઈ જતાં ચિંતાનો માહોલ છવાયો છે. ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે.

