Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Farmers protest against gas pipeline at Kamrej

VIDEO: કામરેજમાં ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કામરેજમાં ટોરેન્ટ પાવરની ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કામરેજ સ્થિત ટોરેન્ટ પાવરની કચેરીએ પહોંચીને આશરે 200 લેખિત વાંધા અરજીઓ રજૂ કરી. ખેડૂતોના જણાવ્યા મુજબ પાઇપલાઇનથી ખેતીની જમીન, બાગાયતી પાક અને આજીવિકા પર અસર થવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા જાહેરનામું રદ કરવા અને જમીનનો વપરાશી હક ન આપવા માંગ કરવામાં આવી છે. વાંધાઓનો યોગ્ય અને તટસ્થ નિકાલ નહીં આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ કરવા નહીં દેવાની ચીમકી સાથે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News