VIDEO: ઉધનામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, ગટર-કેમિકલયુક્ત પાણી છોડાતા હાલાકી
સોર્સ : gstv
સુરતમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉધના નવસારી રોડ અને બસ સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદ વચ્ચે ડ્રેનેજ લાઈનો બેક મારતા પાલિકા અને જીપીસીબીની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ખાસ કરીને, ગટરો ઉભરાતા તેમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવ્યું હતું. તપાસમાં 'તપેલા ડાઇન મિલ' દ્વારા સીધું જ કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજમાં છોડાતું હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. દૂષિત અને ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

