Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The mystery will be solved by human skeleton, diary and DNA report found from the seal market for 1 year in Surat /Udhana?

VIDEO: Surat / ઉધનામાં 1 વર્ષથી સીલ માર્કેટમાંથી મળ્યું માનવ કંકાલ, ડાયરી અને DNA રિપોર્ટથી ઉકેલાશે રહસ્ય?

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ઉધનામાં છેલ્લા 1 વર્ષથી સીલ માર્કેટમાંથી માનવ કંકાલ મળતા ચકચાર મચી ગઈ છે. ઉધના-નવસારી મેઈન રોડ પર અંબર કોલોની સામેની જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળવાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, ત્યારે સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટ આવ્યા બાદ હત્યા કે આત્મહત્યાનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે.

App Store

સુરતમાં 1 વર્ષથી સીલ માર્કેટમાંથી મળ્યું માનવ કંકાલ

મળતી માહિતી મુજબ, સુરતના ઉધના સ્થિતિ જર્જરિત માર્કેટને સુરક્ષા હેતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. જો કે, બંધ માર્કેટમાં અંદર કોઈ પ્રવેશે તેવી શક્યતા ન હોવા છતાં ત્યાં માનવ કંકાલ આવ્યું ક્યાંથી તે રહસ્ય પોલીસ તપાસમાં સામે આવશે.

સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટથી ઉકેલાશે રહસ્ય?

સમગ્ર મામલે ઉધના પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારને કોર્ડન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવ કંકાલ મામલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસા થશે.