Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rescue of Harsh Sanghvi in Magdalla, Surat; Suddenly a wooden rack broke while going on the boat

VIDEO: સુરતના મગદલ્લામાં હર્ષ સંઘવીનો બચાવ; બોટ પર જતા અચાનક તૂટ્યો લાકડાનો રેક, જુઓ વીડિયો

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મગદલ્લા ખાતે એક ઘટના બની હતી. દરિયામાં બોટ મારફતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા નિહાળવા જઈ રહ્યા હતા ત્યારે જૂનો લાકડાનો રેક અચાનક વચ્ચેથી તૂટી ગયો હતો.

App Store

 રેકનો એક ભાગ તૂટી જતાં સંતુલન બગડ્યું

મળતી માહિતી મુજબ, હર્ષ સંઘવી લાકડાના પાટિયા પરથી પસાર થઈ બોટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રેકનો એક ભાગ અચાનક તૂટી જતાં તેમનું સંતુલન બગડ્યું હતું. જોકે, ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેમને પકડી લેતાં તેઓ નીચે પડતાં બચી ગયા હતા અને તેમને કોઈ ઈજા થઈ નહોતી.

રેક પરથી અગાઉ 10થી 12 લોકો પસાર થઈ ચૂક્યા હતા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રેક પરથી અગાઉ 10થી 12 લોકો પસાર થઈ ચૂક્યા હતા. રેક તૂટ્યા બાદ લોકોને ત્યાંથી પસાર ન થવા માટે રોકવામાં આવ્યા હતા. તેમ છતાં એક વ્યક્તિ તૂટેલા રેક પરથી પસાર થવા જતા નીચે પડી ગયો હતો અને ત્યારબાદ બોટ પર ચઢી ગયો હતો. ગણેશ વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ સહિતની વ્યવસ્થાઓ અંગે અપીલ કરવામાં આવી છે.