Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Former accountant arrested for setting fire to shopkeeper in textile market in Surat

VIDEO: સુરતના કાપડ માર્કેટમાં દુકાનદાર સાથેના વિવાદમાં આગ લગાવનાર પૂર્વ એકાઉન્ટન્ટની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની શ્યામ સંગીની માર્કેટની દુકાનમાં આગ ચાંપનાર આરોપી વિનોદ સાવલેની પોલીસે ડિંડોલીથી ધરપકડ કરી છે. આરોપી અગાઉ જે દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો, ત્યાં તેના બાકી નીકળતા ૧૦,૦૦૦ રૂપિયા મુદ્દે માલિક સાથે સતત વિવાદ થયો હતો. આથી વેપારીને પાઠ ભણાવવા આરોપીએ દેવધના પેટ્રોલ પંપથી પેટ્રોલ ખરીદી મોડી રાત્રે દુકાન બહાર મૂકેલા સામાનમાં આગ લગાવી દીધી હતી. ઘટના બાદ પોતે ગુનામાં ફસાયો હોવાની જાણ થતાં જ આરોપી ફરાર થઈ રાજસ્થાન, અયોધ્યા અને વતન નાસતો ફરતો રહ્યો હતો. આખરે સુરત પરત ફરતા પોલીસે બાતમીના આધારે ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store