Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police action against fake doctors in Surat

VIDEO: સુરત / કામરેજમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી, 15 ગેરકાયદેસર ક્લિનિકો પર દરોડા

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કામરેજ વિસ્તારમાં નકલી ડોક્ટરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પોલીસે એક્શન મોડમાં આવી 15 જેટલા ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરતા ડિગ્રી વગરના ક્લિનિકો સામે કાર્યવાહી કરતા પોલીસે 5 મુન્નાભાઈ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. હલધરુ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા આ નકલી ડોક્ટરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના આ ઓપરેશન બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પકડાયેલા આરોપીઓને જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે. હવે અન્ય ગેરકાયદેસર ક્લિનિકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store