VIDEO: કડોદરા નજીક પાઈપ ભરેલો ટ્રક હાઈટેન્શન પિલર સાથે અથડાતા ટ્રાફિક ઠપ
સોર્સ : gstv
સુરત જિલ્લાના કડોદરા નજીક ચલથાણ કટ પાસે એક પૂરપાટ ઝડપે જતો પાઈપ ભરેલો ટ્રક ધડાકાભેર હાઈટેન્શન વીજ પિલર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં હાઈટેન્શન પિલરને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડિંડોલી-કડોદરા રોડ પર ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. અકસ્માતને કારણે રોડની બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જ જાનહાનિ થઈ નથી.

