VIDEO: Suratના લંબે હનુમાન મંદિર આસપાસ ગંદકીનો ગંજ, કીચડમાં ચાલવા શ્રદ્ધાળુઓ મજબૂર
સુરતના લંબે વિસ્તારમાં આવેલા જાણીતા હનુમાન મંદિરે શ્રદ્ધાળુઓને ગંદકી વચ્ચે દર્શન કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. મંદિરની બાજુમાં મેટ્રોની કામગિરી ચાલી રહી છે, પરંતુ તે આસપાસ કચરો અને ગંદકીના ઢગલાઓને કારણે ભક્તોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રાવણ માસ તેમજ દર શનિવારના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. જોકે, મંદિર સુધી પહોંચવા માટે લોકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક પૂજારીઓ તથા ભક્તો દ્વારા અનેકવાર મેટ્રો અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ ઉચિત પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકીના કારણે લોકોને આરોગ્યની પણ ચિંતા સતાવી રહી છે અને આસ્થાનું સ્થાન હાલ બેધ્યાન તંત્રના કારણે દુર્દશા ભોગવી રહ્યું છે.શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સફાઈની વ્યવસ્થા કરી ભગવાનના ધામને સ્વચ્છ રાખવામાં આવે.દર શનિવારે અહિં શ્રદ્ધાળુઓ વધુ આવે છે. ત્યારે પણ કોઈ જ પ્રકારની સફાઈ તંત્ર દ્વારા નથી થતી કે મેટ્રોના કર્તાહર્તા દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

