VIDEO: સુરતમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારી બદલ ડી-માર્ટ અને બ્લિંકિટને કરાયો દંડ
સોર્સ : gstv
સુરતમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને નાગરિકો જાગૃત બન્યા છે અને વિવિધ સ્થળોના વિડિયો વાયરલ કરી વેપારીઓની બેદરકારી ખુલ્લી પાડી રહ્યા છે, જેની સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી માત્ર નોટિસ અને દંડ સુધી જ સીમિત રહેતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં લોકોની ફરિયાદો અને વાયરલ વિડિયો બાદ એક્શનમાં આવેલા આરોગ્ય વિભાગે પાંચ મોટા સ્ટોર તથા ઓનલાઈન ગોડાઉન પર તપાસ હાથ ધરીને લિંબાયત ડી માર્ટને 75 હજાર, અડાજણને 25 હજાર અડાજણ ડી-માર્ટ તથા બ્લિંકિટ વેસુ ગોડાઉનને 10 10 હજાર અને ઉધનાના બ્લિંકિટ ગોડાઉનને 5હજારનો દંડ ફટકાર્યો છે.

