VIDEO: Surat / ભાજપ-કોંગ્રેસના ગઢમાં ઓવૈસીની એન્ટ્રી, UCC બિલ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના મુસ્લિમ બહુમતી ધરાવતા ઊન અને લિંબાયત વિસ્તારોમાં યોજાયેલી જંગી જનસભામાં ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને અશાંત ધારા મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પણ ઇસ્લામને છોડવા વાળા નથી." તેઓએ સવાલ કર્યો કે, તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો? તેમણે આને બંધારણની કલમ 25 વિરુદ્ધ ગણાવ્યું હતું.
ઓવૈસીએ હૂંકાર કરતા કહ્યું કે, ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મ અને સંસ્કૃતિથી દૂર કરવા માંગે છે. "તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ." ત્યારે હવે ઓવૈસીએ મતદારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવે અને AIMIM ને મજબૂત બનાવે.

