VIDEO: પાંડેસરા રોડ પર સિનસપાટા યુવકોને ભારે પડ્યા
સોર્સ : gstv
સુરતના પાંડેસરા રોડ પર સિનસપાટા કરવા ગફલતભરી રીતે વાહનો હંકારતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકોને બોલાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ યુવકોએ કાન પકડી માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી રીતે ગાડી નહીં ચલાવવાની બાંહેધરી આપી હતી.

