VIDEO: સુરતમાં વરસાદી પાણી ભરાતા પાંડેસરા ભેસ્તાન રોડ પર એમ્બ્યુલન્સો ફસાઈ
સોર્સ : gstv
સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલના અભાવે પાંડેસરા-ભેસ્તાન રોડ પર પાણી ભરાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં કેટલીક એમ્બ્યુલન્સો પણ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણી અને ટ્રાફિકના કારણે સામાન્ય નાગરિકોની સાથે-સાથે દર્દીઓને લઈ જતી ઇમરજન્સી સેવાઓને પણ માઠી અસર પહોંચી હતી.

