VIDEO: સુરતના અબ્રામા ચોક પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકની અડફેટે આવતાં વૃદ્ધાનું કરુણ મોત
સોર્સ : gstv
સુરતના અબ્રામા ચોક ખાતે એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે પોતાની કાર અતિશય ગફલતભરી રીતે હંકારીને રસ્તા પર જઈ રહેલા એક સ્કુટરને જોરદાર અડફેટે લીધી હતી. ટ્રકે સ્કૂટરને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઘસેડી હતી. આ કરુણ દુર્ઘટનામાં સ્કૂટરસવાર વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

