Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Normal life affected as mercury crosses 40 degrees in Surat

VIDEO : સુરત બન્યું ‘હોટ સિટી’, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતાં લોકોનો ઠંડા પીણાંનો સહારો

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાયમંડ સિટી સુરતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. સુરત શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે આકરા તાપને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં અને તરબૂચના જ્યુસનો સહારો લઈ રહ્યા છે. અનેક વાહનચાલકો પોતાની ગાડીઓમાં પાણીની બોટલો સાથે રાખતા જોવા મળી રહ્યા છે. સુરત વહીવટી તંત્ર દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે, બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવું અને જો નીકળવું પડે તો છત્રી, ટોપી કે રૂમાલનો અચૂક ઉપયોગ કરવો જેથી લૂથી બચી શકાય. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતાને પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

App Store