Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : New leaders of SMC to be finalized at May 8 Board meeting

VIDEO: Surat / મનપાના નવા સુકાનીઓ માટેની કવાયત તેજ; 8 મેના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લાગશે અંતિમ મહોર

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા સુકાનીઓ નક્કી કરવાની તૈયારીઓ તેજ બની છે, જેમાં ખાસ કરીને મેયર પદ મહિલા અનામત હોવાથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયામાં કુલ 58 મહિલા કોર્પોરેટરોએ મેયર પદ માટે દાવેદારી નોંધાવી હતી, જેમાંથી પ્રદેશ નિરીક્ષકોએ હાઈકમાન્ડ માટે અંતિમ 6 નામોની પેનલ ફાઈનલ કરી છે. મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ પ્રત્યેક પદ દીઠ ચાર ચાર નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી 8 મેના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળનાર છે. જેમાં સુરતના ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં આ નામો પર અંતિમ મહોર મારવામાં આવશે અને ગણતરીના દિવસોમાં જ નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

App Store