Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Murder over simple snack solved, two youths arrested

Surat News: નાસ્તાની સામાન્ય બાબતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે યુવકો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: નાસ્તાની સામાન્ય બાબતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે યુવકો ઝડપાયા
સોર્સ : GSTV

સુરતના લિંબાયત વિસ્તારના આસ્તિક નગરમાં થયેલી યુવક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. અરુણ પાટીલ નામના યુવકની હત્યા મામલે પોલીસએ દેવી દાસ ઉર્ફે દેવી સુખદેવ પાટીલ અને શનિ હલવાઈ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.

App Store

તિક્ષણ હથિયારથી હુમલો થયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, સામાન્ય નાસ્તો કરવાની બાબતે મૃતક અરુણ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધતા આવેશમાં આવી આરોપીઓએ વેપન વડે હુમલો કરી અરુણની હત્યા કરી હતી. હાલ આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગણતરીના સમયમાં ધરપકડ

પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.  તેમણે હત્યામાં વાપરેલા હથિયારને કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર હત્યા ઝઘડો થયા બાદ કરવામાં આવી હોવાનું પોલીસની તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી હતી.

ટોપિક્સ:suratmurderaccused