Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Multi-storey buildings near airport to be demolished

VIDEO: Surat એરપોર્ટ નજીકની બહુમાળી ઈમારતો ઉતારાશે, હાઈકોર્ટે સુનાવણી કરતાં વળતરનો કર્યો નિર્દેશ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડીંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઇકોર્ટમાં અરજી થઇ હતી. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી. આ બાબતે રહીશોએ હાઇકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી. આ અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે પગપણે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ. હાઇકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ. આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે. એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનો ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી. કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે NOC મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી. એરપોર્ટથી કેટલા અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી. જો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે.ત્યારે કોર્ટે ટકોર કરી કે ડિજીસીએ અને કોર્પોરેશને સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવો

App Store