CMAના પરિણામમાં Suratના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો, દેશભરમાં મેળવ્યો પ્રથમ ક્રમ

ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન 2025માં સીએમએ ઈનટર મિડિયેટ અને ફાઈનલની પરીક્ષા લીધી હતી. જેના પરિણામ આજે જાહેર થયાં હતાં. આ પરિણામમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટના બે વિદ્યાર્થીઓ ઈન્ટરમિડિયે અને ફાઈનલ પરીક્ષામાં દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. કુલ 6 વિદ્યાર્થીઓ ઈન્ટરમિડિટે પરીક્ષાના પરિણામમાં ટોપ 50માં પોતાનું સ્થાન મેળવ્યું છે. તેમજ પાંચ વિદ્યાર્થીઓએ સીએમએ ફાઈનલ પરીક્ષાના પરિણામમાં પોતાનું સ્થાન ટોપ 50માં મેળવ્યું છે. ફર્સ્ટ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓએ પોતાના સિક્રેટ શેર કર્યા હતાં.
સુજલ ઈન્ટર મિડિયેટમાં પ્રથમ
સીએમએ ઈન્ટર મિડિયેટમાં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુજલ પ્રદિપ સરાફે કહ્યું હતું કે, હું પહેલા જ દિવસથી જરૂર મુજબ જ ફોનનો ઉપયોગ કરતો હતો. સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો. મોબાઈલનો ઉપયોગ અભ્યાસ માટે વધુ કર્યો હતો. આગામી સમયમાં ફાઈનાન્સની ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છું છું. દેશભરમાં પ્રથમ ક્રમ આવશે તેવો મને સપનેય ખ્યાલ નહોતો. જો કે પહેલા જ દિવસથી તૈયારી કરી હતી.રિવિઝન પર વધારે ધ્યાન આપ્યું હતું.
હંસ ફાઈનલમાં પ્રથમ
સીએમએ ફાઈનલમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર હંસ અમરેશ જૈનએ કહ્યું કે, મારે 800માંથી 612 માર્ક આવ્યા છે. મારા પિતા બીકોમ કરેલા છે. જે ટેક્સટાઈલમાં કામ કરે છે. હું સીએનો અભ્યાસ સાથે કરુ છું. આર્ટિકલશીપની સાથે મહેનત કરવા માટે મને જોઈએ તેટલો સમય મળ્યો નહોતો. પરંતુ તેમ છતાં જે સમય મળતો તેમાં હું મહેનત ખંતથી કરતો હતો. મને ઈન્ટરમાં ત્રીજો અને ફાઉન્ડેશનમાં ચોથો રેન્ક પ્રાપ્ત થયો હતો. ચેપ્ટર વતી નેન્ટિ શાહ સહિતના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવીને આ ખુશીને વધાવી લીધી હતી.

