Surat News: લિંબાયતના MLA સંગીતા પાટીલના જન્મદિવસના લાગ્યા બેનર, જાહેર મિલકત પર લગાવાતા વિવાદ

સુરતના રાજકારણીઓ પોતાની પ્રસિદ્ધિ માટે સરકારી મિલકતનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. જાહેર મિલકતો અને રસ્તા પર નેતાઓની પ્રસિધ્ધિના બેનર હોવાથી અકસ્માતની પણ શક્યતા રહેલી છે. સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની શુભેચ્છા માટે લિંબાયતના અનેક વિસ્તારોમાં હોર્ડિંગનું બેનરનું જંગલ બની ગયું છે. આડેધડ લગાવવામાં આવેલા હોલ્ડિંગ્સ અને બેનર સરકારી જગ્યા પણ છોડવામાં આવી નથી. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જન્મદિવસે આ વિસ્તારમાં જે હોર્ડિંગ્સ બેનર લાગ્યા હતા તેના કરતાં પણ વધારે બેનર જોવા મળી રહ્યા છે.
ઠેર ઠેર લાગ્યા બેનર
લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલનો આવતીકાલે જન્મદિવસ છે તેમના શુભેચ્છકોએ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે શુભેચ્છકોએ મોટેભાગે સરકારી મિલકતોનો ઉપયોગ કર્યો છે. અને તેમાં પણ ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરની ફરતે પણ શુભેચ્છાના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. શુભેચ્છા હોર્ડિંગ્સ સીધા ઈલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવ્યા, જે શોર્ટ સર્કિટ અથવા વીજપ્રહારથી જીવલેણ અકસ્માતનું જોખમ ઉભું કરે છે.હાલમાં ખુલ્લા મુકાયેલા પાલિકાના અંડરપાસને પણ શુભેચ્છકોએ છોડ્યો નથી.
અંડરપાસની એન્ટ્રી પર જ મોટી જાહેરાત
આ અંડરપાસના એન્ટ્રી પર જ જાહેરાતના મોટા લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલિકાના લાઈટ પોલ, ચાર રસ્તા પરના વળાંક પર પણ મોટા હોર્ડિંગ્સ લાગ્યા છે. જેના કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો પણ દેખાતા નથી અને લોકોને અકસ્માતનું જોખમ પણ રહેલું છે. આમ લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલના સરકારી મિલકતો પર બેનરે વિવાદ ઊભો કર્યો છે. એની સાથે સાથે લિંબાયત ઝોનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. થોડા સમય પહેલા શિવ કથા હતી ત્યારે મંજૂરી વિના હોર્ડિંગ્સ છે તેવું કહીને શિવ કથાના બેનરો કાઢી નાખ્યા હતા. તો શું આ બધા બેનરો લિંબાયત જોને મંજૂરી આપી છે કે કેમ તે પણ તપાસનો વિષય થઈ રહે છે.

