VIDEO: સુરતના ડીંડોલીમાં મોપેડ ચાલક મહિલાએ બાળકીને કચડી: અકસ્માતના સીસીટીવી વાયરલ
સોર્સ : gstv
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી એક હૃદયકંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મોપેડ ચાલક મહિલાએ અચાનક જ માસૂમ બાળકીને અડફેટે લઈને કચડી નાખી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવીમાં મહિલાની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે વાયરલ વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

