સુરતના અબ્રામા ચોક નજીક ટ્રકની ટક્કરે વૃદ્ધાનું મોત, ડ્રાઇવરે એક્ટિવાને અડધો કિમી સુધી ઢસડી

સોર્સ : gstv
સુરતના અબ્રામા ચોક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી એક સ્કૂટીને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકે સ્કૂટીને અંદાજે અડધો કિલોમીટર સુધી ઢસડી હતી. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલ ખસેડાયા છે.
વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત
આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ગંભીરતાને પગલે આસપાસના લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકની બેદરકારી અને અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

