Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Mode of action after gulf floods in Surat: High level meeting chaired by Minister Kanu Desai

VIDEO: સુરતમાં ખાડી પૂર બાદ એક્શન મોડ: મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ બાદ સમીક્ષા બેઠકોનો દોર યથાવત જોવા મળ્યો. રાજ્યના મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં શહેરના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભવિષ્યમાં ખાડી પૂરની સ્થિતિ ફરી ન સર્જાય તે માટે જરૂરી સૂચનો અને અભિપ્રાયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત પૂર બાદ અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરકારક આયોજન, ઝડપી કામગીરી અને લાંબા ગાળાના ઉકેલો દ્વારા શહેરને પૂર જેવી સ્થિતિથી સુરક્ષિત રાખવા તંત્રે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

App Store