VIDEO: સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે એક્ઝિક્યુટીવ ઈજનેરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઇજનેર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનના આદેશને કાયદાકીય રીતે પડકારતા દાવો કર્યો છે કે તેમણે માત્ર ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કર્યું હતું. હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટમાં 21 મે, 2026ના રોજ મનપા કમિશનર સાથે થયેલી વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા મુજબ કમિશનરે વોટ્સએપ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉપરાંત સસ્પેન્શનની સમગ્ર પ્રક્રિયા એકતરફી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટ સમક્ષ સન્માનપૂર્વક ફરી ફરજ પર લેવામાં આવે તેવી માંગ કરી છે. હવે આ મહત્વપૂર્ણ મામલે ગુજરાત હાઈકોર્ટ 13 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરશે.

