VIDEO: સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે એક્શનમાં
શહેરમાં ખાડી પૂરની પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે પણ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેઓ વહેલી સવારથી જ સુરતના ખાડી પૂરના અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો મુલાકાતે પહોંચ્યા હતા. ભટાર વિસ્તારમાં પૂર પીડિતોની વહારે આવેલા નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખીને રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જાતે ડોર-ટુ-ડોર જઈને અસરગ્રસ્ત મહિલાઓને રૂબરૂ કેશડોલ અને સહાયનું વિતરણ કર્યું હતું. સરકાર દ્વારા પૂર પ્રભાવિત પ્રતિ પરિવારને કુલ 6 હજાર 800 ની સહાય આપવામાં આવી રહી છે, જેમાં બે હજાર 500ની ઘરવખરી ખર્ચ 2,500 કપડાં સહાય અને ૧,૮૦૦ કેશડોલનો સમાવેશ થાય છે. ભટાર વિસ્તારમાં આજે ૨૦૦૦ થી વધુ લોકોને આ સહાય ચૂકવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જો કોઈ પરિવાર સર્વેમાં બાકી રહી ગયો હશે, તો તંત્ર દ્વારા ફરી તેની નોંધણી કરીને ત્વરિત સહાય પૂરી પાડવામાં આવશે.

