Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: In Surat, Harsh Sanghvi met the affected people of Varachha and Parvat villages

VIDEO: સુરતમાં હર્ષ સંઘવીએ વરાછા અને પર્વત ગામના અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ વરાછાની પોદાર આર્કેટ બાદ પર્વત ગામ પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારોમાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેના કારણે એક મહિલા મંત્રી સમક્ષ પોતાનું નુકસાન વર્ણવતા ભાવુક થઈ રડી પડી હતી. હર્ષ સંઘવીએ દુકાનદારો અને સ્થાનિકો સાથે સીધી વાતચીત કરી તેમની વ્યથા સાંભળી હતી. આ દરમિયાન ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાને લઈને તેમણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક અસરથી સફાઈ કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચના આપી હતી. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જરૂરી રાહત મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store