Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : MLA Kanani writes to CM for help

VIDEO: સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતાં વેપારીઓને પારાવાર નુકસાન, MLA કાનાણીએ સહાય માટે CMને લખ્યો પત્ર

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2025
લાઇવ ટીવીGoogle News

સુરત આગમાં સહાય મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. સુરત શહેરમાં મોટી આગની ઘટના બની છે. શિવ શક્તિ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આગ લાગતા 32 કલાક કરતાં વધુ સમય બાદ કાબૂમાં આવી હતી. 450 દુકાન સળગી ગઈ હતી. જેમાં અનેક વેપારી બરબાદ થયા છે. તંત્રએ ખૂબ પ્રયાસ કર્યા હતાં. આગ કાબૂમાં લેવા માટે અનેક વેપારીઓ રોડ પર આવી ગયા છે. એવા સમયે સમયે આ વેપારીઓનો સુરત અને રાજ્યના વિકાસમાં સિંહ ફાળો છે. તે ફરીવાર વેપારમાં ઊભા થાય અને રોજગાર શરૂ કરી શકે તેના માટે સરકારે કાઈ વિચારવું જોઈએ તેમ કાનાણીએ કહ્યું હતું. આ આગ મામલે તપાસ થવી જોઈએ અને તપાસના અંતે વેપારીઓને કેવી રીતે મદદ કરી શકીએ તેના માટે મે માંગ સીએમને પત્ર લખ્યો હોવાનું કહ્યું હતું. 

App Store

મુખ્યમંત્રીને લખ્યો પત્ર 

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વેપારીઓને સહાય બાબતે પત્ર લખ્યો છે. આગમાં વેપારીઓને મોટું નુકશાન થયું છે. સરકાર દ્વારા સહાય કરી વેપારીઓને ફરી ઉભા થાય તે માટે માંગ કરી છે.