Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Minority community protested by tying black armbands

VIDEO: Surat / બારડોલીમાં UCC નો ઉગ્ર વિરોધ; લઘુમતી સમાજે હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) અંગેની કાયદાકીય પ્રક્રિયાને વેગ મળતા જ રાજ્યભરમાં તેના મિશ્ર પડઘા પડી રહ્યા છે. આ કાયદાના અમલીકરણની હિલચાલ વચ્ચે સુરત જિલ્લાના બારડોલીમાં લઘુમતી સમાજ દ્વારા ફરી એકવાર વિરોધનો સૂર બુલંદ કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પવિત્ર નમાઝ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

App Store

બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા આશિયાના નગર વિસ્તારમાં આજે શાંતિપૂર્ણ પણ મક્કમ રીતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે, કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોએ પોતાના જમણા હાથ પર કાળી પટ્ટી ધારણ કરી હતી. પૂર્વ નગરસેવક અને મુસ્લિમ સમાજના અગ્રણી કાલુ કરીમ શાહના નેતૃત્વમાં આ  વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા લોકોએ UCC ને 'કાળો કાયદો' ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

UCC ના અમલીકરણથી લઘુમતી સમાજની ધાર્મિક ઓળખ અને વર્ષો જૂના સામાજિક રિવાજો પર જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લઘુમતી સમાજમાં ઉઠેલો આ વિરોધનો સૂર આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.