VIDEO: સુરત રેલવે સ્ટેશનની કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો વાયરલ, લોકોમાં રોષ!
સોર્સ : gstv
સુરત રેલવે સ્ટેશનની કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. કેન્ટીનના ડિસ્પ્લે મશીન અંદર મૂકેલા પફને ઉંદર ખાતો હોય તેવો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આ ઘટના સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશન પર આવેલી ખાણીપીણીની દુકાનોમાં ચાલતી આવી ઘોર બેદરકારી અને ગેરરીતિ સામે રેલવે તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરે તેવી મુસાફરો આકરી માંગ કરી રહ્યા છે.

