VIDEO: સુરતના નાસીર નગરમાં ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું
સોર્સ : gstv
નાસીર નગર ડિમોલિશન મુદ્દે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પાલિકા અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2015માં માત્ર 412 ચોરસ મીટર જમીન ખરીદાઈ હોવા છતાં બાકીની ખાનગી જમીન પર બુલડોઝર ફેરવી પ્રજા અને સરકારને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અધિકારીઓને સ્થળ પર આવી કાયદેસરની માપણી કરવાનો ખુલ્લો પડકાર ફેંકતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે થેન્નારસન કમિટી અને હાઇકોર્ટ સમક્ષ સત્ય બહાર આવશે તથા દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે.

