VIDEO: સુરતના સારોલીમાં શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે ભીષણ આગ
સોર્સ : gstv
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી. માર્કેટના છઠ્ઠા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. માર્કેટ સંપૂર્ણપણે પેક હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને માર્કેટના અંદરના ભાગે આવેલા પેસેજમાં મોટી માત્રામાં માલસામાન મુકવામાં આવ્યો હોવાથી ફાયર જવાનોને આગ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી.

