Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Banevi burns her brother-in-law's bike in a family feud in Pandesara, Surat

VIDEO: સુરતના પાંડેસરામાં પારિવારિક અદાવતમાં બનેવીએ સાળાની બાઈક સળગાવી

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પાંડેસરા વિસ્તારમાં પારિવારિક વિવાદને લઈને બાઈક સળગાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જૂના પારિવારિક વિવાદ અને પ્રેમલગ્નની અદાવતને પગલે બનેવીએ પોતાના સાળાની બાઈકને આગ ચાંપી હોવાનો આક્ષેપ છે. બાઈક સળગાવવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. આ ઉપરાંત ઘટના બાદ આરોપીનો ધારદાર હથિયારો સાથેનો ફોટો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત અને વધુ વિગતો સામે આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News