Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Massive fire in Basera town of Surat, chaos triggered by chemical drum blast

VIDEO: સુરતના બસેરા નગરમાં ભીષણ આગ, કેમિકલ ડ્રમ બ્લાસ્ટથી અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના બસેરા નગરમાં ગભેની ચોકડી પાસે આજે સવારે દુકાનોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. દુકાનમાં રાખેલા કેમિકલ ભરેલા ડ્રમ પ્રચંડ ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગની તીવ્રતા એટલી હતી કે દુકાનની છતના પતરાં હવામાં ફંગોળાઈ ગયા હતા. બહાર પાર્ક કરેલી ભંગારની ગાડી સહિત અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સચિન GIDC પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નુકસાન અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News