Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Scenes of running and dhakkamukki during Ganpati Arrival in Ramchowk, Surat

VIDEO: સુરતના રામચોકમાં ગણપતિ આગમન દરમિયાન ભાગદોડ અને ધક્કામુક્કીના દૃશ્યો

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ઘોડાદોડ રોડ નજીક રામચોક ખાતે બીજા ‘સરકાર’ ગ્રુપના ગણપતિ આગમન દરમિયાન અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. ગણપતિ આગમનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં ધક્કામુક્કી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભીડ વધતા આયોજન અને મેનેજમેન્ટ સામે પણ સવાલો ઉભા થયા હતા. દરમિયાન વીડિયોગ્રાફરો માટે બનાવવામાં આવેલું ટેબલ તૂટી પડતાં તેના પર ઉભેલા અનેક લોકો નીચે પટકાયા હતા. ટેબલ પડતાં આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કેટલાક લોકોને પગમાં ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. ગણપતિ આગમન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હોવાથી થોડા સમય માટે સ્થિતિ વધુ વણસી હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આયોજનની વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે.

App Store