Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Massive fire breaks out at waste depot in Limbayat, Surat, taking stock of illegal hotfix plastic waste in the depot

VIDEO: સુરતના લિંબાયતમાં કચરાના ડેપોમાં ભીષણ આગ,ડેપોમાં ગેરકાયદેસર હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને લઈને ભડકી હતી આગ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના લિંબાયત ઝોન સ્થિત મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડેપોમાં ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવેલા હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે દૂર સુધી ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા મથામણ શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાતાં સ્થાનિક રહીશોમાં ગૂંગળામણ અને ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ટેક્સટાઇલ અને પ્લાસ્ટિક વેસ્ટનો જાહેરમાં નિકાલ થતાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, જેથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newssuratfire