VIDEO: હજીરા ઓવારા પર ગણપતિ વિસર્જન માટે ભક્તોની લાંબી લાઈનો, 10 દિવસની પૂજા બાદ બાપ્પાને ભાવભીની વિદાય
સુરતના હજીરા વિસ્તારમાં ગણપતિ વિસર્જનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજીરા ઓવારા ખાતે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે વહેલી સવારથી જ ભક્તોની લાઈનો લાગી છે. 10 દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કર્યા બાદ આજે ભક્તો ગણેશજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે.
10થી વધુ ક્રેન તૈનાત
ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને હજીરા ઓવારા ખાતે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશજીની મોટી પ્રતિમાઓના વિસર્જન માટે 10થી વધુ ક્રેન તૈનાત કરવામાં આવી છે. હાલ એક બાદ એક ગણેશજીની પ્રતિમાઓને ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવી રહી છે.
બાપ્પાને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભક્તો હજીરા ઓવારા ખાતે પહોંચ્યા છે. ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન ભક્તો દ્વારા ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

