VIDEO: Surat / હજીરા ONGC પ્લાન્ટ પરિસરમાં દીપડો દેખાતાં વનવિભાગ દોડતું થયું
સોર્સ : gstv
સુરતના હજીરા સ્થિત ONGC પ્લાન્ટ પરિસરમાં દીપડો ઘૂસી આવતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુક્રવારે રાત્રે ૮ વાગ્યાના સુમારે પ્લાન્ટમાં લટાર મારતા દીપડાની હલચલ CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઔદ્યોગિક બેલ્ટમાં વન્યજીવની હાજરીની જાણ થતાં જ વનવિભાગની ટીમ દોડતી થઈ છે અને દીપડાને સલામત રીતે પાંજરે પૂરવા માટે પરિસરમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.

