VIDEO: પાલ પોલીસે ભેસાણ-હજીરા હાઈવે પરથી રૂ. ૫૬ લાખથી વધુના ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
સોર્સ : gstv
સુરતના પાલ પોલીસ સ્ટેશને ભેસાણ-હજીરા હાઈવે પર જૂના રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાંથી ગેસ ટેંકરમાંથી ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને HPCL કર્મચારી, ડિલિવરી બોય અને વોચમેન સહિત કુલ ૯ આરોપીઓને સ્થળ પરથી પકડી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે રૂ. ૧૮ લાખનું એલપીજી ટેંકર, એક્સયુવી કાર, પીકઅપ ગાડી, ૮૮ ગેસના બાટલા, રિફિલિંગ વાયર, રોકડ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૫૬,૬૯,૨૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સિન્ડિકેટ સામે પાલ પોલીસ સ્ટેશનમાં BNS, આવશ્યક ચીજવસ્તુ ધારો અને LPG રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

