Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Lift lost at Saroli's Kuberji Textile Market in Surat; Fire Department rescues 6 people after heavy struggle

Suratમાં સારોલીની કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ; ફાયર વિભાગે ભારે જહેમત બાદ 6 લોકોનું રેસ્ક્યૂ કર્યું

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Suratમાં સારોલીની કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ; ફાયર વિભાગે ભારે જહેમત બાદ 6 લોકોનું રેસ્ક્યૂ કર્યું
સોર્સ : gstv

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી 'કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટ'માં શનિવારે (ત્રીજી ઓક્ટોબર) રાતે લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં તે B-2 લેવલ પર અધવચ્ચે જ અટકી ગઈ હતી, જેના કારણે તેમાં સવાર 6 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ફાયર વિભાગની ટીમે 1 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

App Store

ટેકનિકલ ખામીથી લિફ્ટ અટકી, ફસાયેલા વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો

મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રે ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા લોકોએ ગભરાવાને બદલે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાનો ફાયર કાફલો તાબડતોબ સારોલી સ્થિત કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટ ખાતે દોડી આવ્યો હતો.

ફાયર ફાઈટરોએ વિશેષ સાધનોની મદદથી સતત 1 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને લિફ્ટમાં અટવાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં વેપારીઓ, માર્કેટના એસોસિયેશન અને ફસાયેલા લોકોના પરિવારજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.