Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Leopard enclosure at Hazira ONGC plant in Surat

VIDEO: સુરતના હજીરા ONGC પ્લાન્ટમાં દીપડાના ધામા

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં વન્યજીવની હાજરીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. થોડા સમય અગાઉ ક્રિભકો વિસ્તાર તરફ પણ દીપડાની અવરજવર જોવા મળી હતી. શુક્રવારે રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે ONGC પ્લાન્ટ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક દીપડો લટાર મારતો સ્પષ્ટપણે કેદ થયો હતો. ઔદ્યોગિક બેલ્ટમાં દીપડાના ધામા હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ ગઈ હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પ્લાન્ટ વિસ્તારમાં દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા ખાસ એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી કર્મચારીઓમાં ફેલાયેલા ડરનો માહોલ દૂર થઈ શકે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News