Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Landmark on the entertainment map

Surat News: મનોરંજનના નકશા પર લેન્ડમાર્ક, શહેરીજનોને વિશ્વ કક્ષાનો અનુભવ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: મનોરંજનના નકશા પર લેન્ડમાર્ક, શહેરીજનોને વિશ્વ કક્ષાનો અનુભવ
સોર્સ : GSTV

ગુજરાતનુ મનોરંજન ક્ષેત્ર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે. ત્યારે રાજહંસ સિનેમાએ સુરતમાં 'IMAX' રજૂ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રેશિયામાં 'IMAX' સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. રાજહંસ સિનેમા પ્રેશિયા, 3,000 થી વધુ બેઠકો સાથે ભારતના સૌથી મોટા 14-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં સામેલ છે. તેમાં 400+ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું 'IMAX ઓડિટોરિયમ', સુરતમાં સિનેમાનો ઈનોવેટીવ અનુભવ આપી રહ્યું છે. 

App Store

અત્યાધુનિક IMAX 3D ટેકનોલોજી, વિશાળ વળાંક ધરાવતી સ્ક્રીન અને અલ્ટ્રા-ક્રિસ્પ લેસર પ્રોજેક્શન સાથે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. 'IMAX' એ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો માટે એક અનામત લક્ઝરી હતી. ઘણીવાર, સુરતના ફિલ્મ પ્રેમીઓને આ ફોર્મેટનો અનુભવ કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. જોકે, હવે આ બધું બદલાઈ ગયું છે. પરંતુ IMAX એ, સુરતીઓના દિલમાં એક યુનિક જગ્યા બનાવી છે, જેઓ હવે તેમના પોતાના શહેરમાં જ વિશ્વ કક્ષાના સિનેમાનો અનેરો આનંદ માણી શકે છે. 

રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નવી સ્ક્રીન જ નથી. વાસ્તવમાં તે સુરતની સિનેમાની સફરમાં એક લેંડમાર્ક છે. IMAX ની સાથે, અમે ફક્ત ફિલ્મના અનુભવને જ એડવાન્સ નથી બનાવી રહ્યા, પરંતુ અમે સ્ટોરી કહેવાના એક નવા યુગની પણ શરૂઆત કરી રહ્યા છીએ. અહીં, આપણાં ઘરે જ, વિશ્વસ્તરીય શ્રેષ્ઠ મનોરંજન આપવા અમે પ્રતિબદ્ધ છીએ. મનોરંજનનું ભવિષ્ય ફક્ત મહાનગરોનું જ નહીં, પરંતુ દરેક શહેરનું છે." 

ટોપિક્સ:suratpuddlesminister office