VIDEO: સુરતના સારોલીમાં ખાડી ઓવરફ્લો થતા રસ્તો પાણીમાં ગરકાવ, ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન
સોર્સ : gstv
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શુભમ ઇન્ડસ્ટ્રીઝ નજીક ભારે વરસાદ અને ખાડીપુરની ગંભીર પરિસ્થિતિના કારણે રસ્તો અને ખાડી એક થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બાજુમાં આવેલી ખાડીઓ ઓવરફ્લો થવાથી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તરફ આવવા-જવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના લીધે અવર-જવરનો માર્ગ બંધ થઈ ગયો છે. આ સ્થિતિના કારણે સ્થાનિક ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં પાણી ભરાતા મોટું આર્થિક નુકસાન થયું છે. નોકરીયાતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

