VIDEO: સુરતના વેપારીઓએ મેયરને ઘેર્યાં, બે વર્ષ સુધી સંપૂર્ણ દેવામાફીની માગ
સોર્સ : gstv
સુરતમાં પૂર પીડિત વેપારીઓએ સંપૂર્ણ વેરા માફીની માગ સાથે મેયરનો ધેરાવ કરી રજૂઆત કરી. એ.કે. નગર અને ઉમા ઈન્ડસ્ટ્રીયલ ઝોનના વેપારીઓ પાલિકા કચેરી પહોંચ્યાં હતા. અને ખાડી પૂર ચોક્કસ વોર્ડ એટલે કે વોર્ડ નંબર ૧૮ અને ૧૯માં જ કેમ આવ્યા તેવો સવાલ ઉઠાવી તંત્રની મિલીભગત અને ગેરકાયદે દબાણો પર સવાલો ઉભા કર્યાં...વેપારીઓ કહ્યું કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે પૂરના કારણે વેપારીઓને ૮ થી ૧૦ લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. નાના પરિવાર અને વેપારીઓના ધંધા-રોજગાર તથા રહેણાંક વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી જતાં હાલાકી વધી. એટલે બે વર્ષ માટે અમારો વેરો સંપૂર્ણ માફ કરવામાં આવે.

